જન્મ દિવસ હોય તો ચોકલેટ આપતાં અગાઉ આ વીડિયો જોઈલો

અમેરિકામાં ચોકલેટની શોખીન મહિલાએ તેની મનપસંદ ચોકલેટ ખરીદી હતી પરંતુ તેમાં ઈયળો ફરતી જોવા મળી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે મહિલાએ ઈયળગ્રસ્ત ચોકલેટનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. તેમાં જોઈ શકાય છે કે ચોકલેટના રેપરની અંદર ઈયળો ફરતી દેખાય છે. મહિલા અડધા ચોકલેટને ખાઈ ગઈ પછી તેની મિત્રને તેમાં ઈયળો દેખાઈ હતી. મહિલાએ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે હવું હું કદી ચોકલેટ ખાઈશ નહીં. આ વીડિયો અત્યાર સુધી પાંચ કરોડ લોકોએ જોયો છે. આ સાથે ઘટનાની સંપૂર્ણ વિગતો પણ પોસ્ટ કરાઈ છે.Latest Videos